Description
આ પુસ્તક લખવાનું મને વિચાર લોકડાઉન દરમિયાન આવ્યો હતો અને આ વિચારમાં માતૃભારતી એપ્લિકેશન મારા ઉત્સાહ માં અનેરો વધારો કર્યો, હું ક્યારનો વિચારતો હતો કે કંઈક લખવું છે પણ શું લખો એ મારું મગજ કામ નોતું કરતું. તેથી મારા મિત્ર ભાવેશ ને ફોન કર્યો અને તેણે મને નવલકથા લખવા માટે પ્રેરણા આપી પછી તો હું નવલકથા ની શરૂઆત કરી. પહેલા દોસ્તાર નવલકથા લખવાનું ચાલુ કર્યું પણ તેના બે ભાગ લખીને રહેવા દીધા પછી મારા મગજમાં એક હોરર વાર્તાને અનુરૂપ નવલકથા લખવાનો વિચાર આવ્યો અને હું હોરર એક્સપ્રેસ નામની નવલકથા લખવાની શરૂઆત કરી. આ નવલકથા લખતા લખતા મારા મગજમાં અવનવા વિચારો આવતા અને ટૂંકા સમયગાળામાં હું આ નવલકથા પૂર્ણ કરી શક્યો. આ નવલકથાના પાત્રોમાં વિજય અને મનજીત છે. વિજય અને મનજીત ને જે ટ્રેનમાં અને ઘરમાં ભૂત વિશે અવનવા અનુભવ થાય છે તેનો વિશે વર્ણન આ નવલકથા માં કરવા માં આવ્યું છે. હોરર એક્સપ્રેસ એક કાલ્પનિક નવલકથા છે.